બજાર જેવી ખસ્તા મઠરી દિવાળી પર ઘરે બનાવો


By Jivan Kapuriya07, Oct 2025 12:12 PMgujaratijagran.com

ખસ્તા મઠરી

દિવાળી પર તમે ઘણીવાર મીઠાઈની દુકાનેથી ખસ્તા મઠરી ખરીદી હશે, પરંતુ શું તમે જાણો છો કે તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો, ચાલો જાણીએ રેસીપી.

સામગ્રી

લોટ, દેશી ઘી અથવા શુદ્ધ તેલ, અજમો, મીઠું, ખાવાનો સોડા, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં લોટ ચાળી પછી મીઠું, ખાવાનો સોડા, અજમો અને તેલ કે ઘી ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાધી પછી લોટને 10 મિનિટ સુધી સેટ થવા દો. હવે તેમાંથી નાના લૂઆ બનાવી મઠરી તૈયાર કરો અને કાટા ચમચી વડે છિદ્રો કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મઠરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલી ખસ્તા મઠરીને કાગળ પર મૂકો જેથી તેમાં હાજર વધારાનું તેલ નીકળી જશે.

સર્વ કરો

તમે દિવાળી પર ખસ્તા મઠરી બનાવી શકો છો, તેને એર ટાઈટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Diwali 2025: દિવાળી પર ઘરે બનાવો આ સ્વાદિષ્ટ લાડુ