દિવાળી પર કાળા અને ગંદા પંખાને સાફ કરવા આ ઘરેલું ઉપાય અજમાવો


By Vanraj Dabhi09, Nov 2023 09:53 AMgujaratijagran.com

દિવાળીની સફાઈ

દિવાળીનો તહેવાર ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં છે. જેમ જેમ આ તહેવાર નજીક આવે છે તેમ તેમ લોકો પણ પોતાના ઘરની સફાઈ કરવા લાગે છે.

માઁ લક્ષ્મી પ્રસન્ન થશે

કહેવાય છે કે ઘરની સફાઈ કરવાથી માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનની લક્ષ્મીને ગંદકી પસંદ નથી તે હંમેશા સ્વચ્છ જગ્યાએ રહે છે.

સફાઈ કરવાની ટીપ્સ

સામાન્ય રીતે ઘરની મોટાભાગની વસ્તુઓ આસાનીથી સાફ થઈ જાય છે પરંતુ પંખાના ગંદા ડાઘને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

પંખા સાફ કરવાની ટિપ્સ

દિવાળી પર તમારી છતનો પંખો પણ એકદમ ક્લિયર દેખાશે. જો કે આ માટે તમારે કેટલીક સરળ ટ્રિક્સ ફોલો કરવી પડશે.

સૂકા કપડાથી સાફ કરો

પંખામાંથી ધૂળ સાફ કરવા માટે સૂકા કપડાનો ઉપયોગ કરો. પંખાને સીધા ભીના કપડાથી સાફ કરવાનું ટાળો.

ક્લીનરનો ઉપયોગ

તમે પંખાના ડાઘ દૂર કરવા માટે ક્લીનર પણ તૈયાર કરી શકો છો. બેકિંગ પાવડર અને વિનેગરમાંથી બનાવેલા પ્રવાહીનો ઉપયોગ કરીને પંખાને ચમકાવી શકાય છે.

વિનેગર અને લીંબુનો રસ

વિનેગર અને લીંબુના રસના પ્રવાહીનો ઉપયોગ કરીને પણ પંખાના ડાઘ સાફ કરી શકાય છે. પંખાને યોગ્ય રીતે સાફ કરવા માટે તમે સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો.

ડીટરજન્ટ પાવડર

પંખાને ડિટર્જન્ટ પાવડરની મદદથી પણ સાફ કરી શકાય છે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને પંખાને સરળતાથી ચમકદાર બનાવી શકાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કિચનમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર મેળવો ગ્લો