Diwali 2025: 20 કે 21 ઓક્ટોબર? ક્યારે છે દિવાળી, જાણો સાચી માહિતી


By Dimpal Goyal07, Oct 2025 12:50 PMgujaratijagran.com

દિવાળીનો પર્વ

પ્રકાશ અને ખુશીનો તહેવાર દિવાળી દર વર્ષે આસો અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ઘર અને આંગણાથી લઈને મંદિરો સુધી, દરેકને દીવાઓથી પ્રકાશિત કરવામાં આવે છે અને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.પાંચ દિવસ સુધી ચાલતો ભવ્ય ઉત્સવ છે.

ધનતેરસ

આસો મહિનાના કૃષ્ણ પક્ષ ની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબરના રોજ બપોરે 12:18 વાગ્યે શરૂ થશે. તે 19 ઓક્ટોબર રવિવારના રોજ બપોરે 1:51 વાગ્યે સમાપ્ત થશે

કાળી ચૌદશ

આ વર્ષે કાળી ચૌદશ 19 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવવામાં આવશે. તેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે, સાંજે, ભગવાન યમ માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ચાર મુખવાળો દીવો પ્રગટાવવામાં આવે છે

દિવાળી

દર વર્ષે આસો અમાસે દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ વર્ષે અમાવસ્યા તિથિ 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 વાગ્યે શરૂ થશે. આ તિથિ 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગ્યે સમાપ્ત થશે.

બેસતું વર્ષ

કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાના શુક્લ પક્ષ ની પ્રતિપદા તિથિ 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ બીજા દિવસે, 22 ઓક્ટોબરના રોજ રાત્રે 8:16 વાગ્યે સમાપ્ત થાય છે.

ભાઈબીજ

ભાઈબીજ કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 22 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તે 23 ઓક્ટોબર 2025 ના રોજ રાત્રે 11 વાગ્યે સમાપ્ત થશે.

વાંચતા રહો

અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારિત છે અને ફક્ત માહિતીપ્રદ હેતુઓ માટે છે.વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બજાર જેવી ખસ્તા મઠરી દિવાળી પર ઘરે બનાવો