Tikha Ghughra Recipe: દિવાળી માટે તીખા ઘુઘરાની પરફેક્ટ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi28, Sep 2024 04:37 PMgujaratijagran.com

જામનગરના ઘુઘરા

જામનગરના ફેમસ તીખા ઘુઘરા તમે દિવાળીના તહેવાર માટે બનાવવા માંગતા હોવ તો, તીખા ઘુઘરાની રેસીપી નોંધી લો.

સામગ્રી

ઘઉં કે મેંદાનો લોટ, મીઠું, તેલ, પાણી, બટાકા, લીલા મરચા, આમચૂર પાઉડર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કોથમરી, આખા લાલ મરચા, લસણ, લીંબુ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં કે મેંદાનો લોટ,મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરીને થોડુ પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે બાફેલા બટાકાને મેશ કરી તેમાં લીલાં મરચા,આમચૂર પાઉડર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલો,કોથમરી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટેપ-3

લોટમાંથી લૂઓ લઈને ઘૂઘરા માટે પુરી બનાવીને તેમાં સ્ટફિંગ ભરીને બંને બાજુથી કિનારી દબાવીને બરોબર પેક કરીને ઘુઘરા તૈયાર કરો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ઘુઘરા નાખીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ-5

હવે એક સર્વિશીંગ પ્લેટમાં ઘુઘરા લઈ તેની પર લીલી-લાલ અને ખાટી-મીઠી ચટણી નાખો.

સર્વ કરો

હવે તેની ઉપર ઝીણી સેવ, મસાલેદાર મગફળી અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Fry Recipe: દાલ ફ્રાય બનાવવાની યુનિક રેસીપી