અમદાવાદના માણેકચોકની ખાણીપીણી માર્કેટની આ ફેમસ ડિશ અચૂક ટ્રાય કરજો


By Vanraj Dabhi18, Jan 2024 12:39 PMgujaratijagran.com

માણેક ચોક

અમદાવાદમાં આવેલ માણેક ચોક ખાવા માટેની શ્રેષ્ઠ વસ્તુઓ પ્રખ્યાત છે.

ઘુઘરા સેન્ડવિચ

જો તમે સેન્ડવિચના શોખીન છો, તો તમારે માણેકચોકમાં તમે ઘુઘરા અને સેન્ડવિચનો ટેસ્ટ માણી શકો છો.

ગોટાળા ઢોસા

માણેક ચોકમાં ગોટાળા ઢોસા એ સૌથી પ્રખ્યાત ખોરાક છે. જો તમને મસાલેદાર ખોરાક ગમે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો.

ચોકલેટ અને પિઝા

અમદાવાદ ફરવા જવાનું થાય અને માણેકચોક જાવ ત્યારે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો,એકદમ રસપ્રદ અને સ્વાદિષ્ટ કેડબરી પિઝાનો ખાવા માટે લોકો શહેરની આસપાસથી મુલાકાત લેવા આવે છે.

મંચુરિયન

મંચુરિયન એ પરફેક્ટ નાસ્તો છે,તમને તીખું તમતમતુ ખાવાનું મન થાય તો માણેક ચોકનું દેશી ચાઈનીઝ મંચુરિયન ખાસ ટ્રાય કરજો.

ફાફડા જલેબી

અમદાવાદીઓનો આત્મા ખોરાક એટલે ફાફડા જલેબી, તમે અમદાવામાં માણેક ચોકનું આ ફૂડ ફેમસ છે જેને તમે ચોક્કસ ટ્રાય કરજો.

મેથી ગોટા

આ એક ગુજરાતી ફેમસ ડિશ છે, તમે ગુજરાતીમાં કોઈપણ જગ્યાએ જશો તો આ રેસીપી મળી રહેશે,અમદાવાદમાં માણેક ચોકના મેથીના ભજીયા ખૂબ પ્રખ્યાત છે.

ચોકલેટ ચીઝ સેન્ડવીચ

સેન્ડવીચ બધાને ભાવતી હોય છે, પરંતુ આ રેસીપીનો કંઈક અલગ જ ટેસ્ટ હોય છે,તે માખણ, ચીઝ અને ચોકલેટ સોસથી ભરેલી આ રેસીપી તમને ખૂબ સપંદ આવશે.

પાવભાજી

માણેક ચોકની પાવ ભાજી શહેરમાં શ્રેષ્ઠ છે.આ ભાજી મસાલેદાર અને તીખી અને ટેસ્ટફૂલ હોય છે. મુલાકાતીઓને અહીં પ્લેટ લેવા માટે પડાપડી કરે છે.

દાલવડા

રાતે જમ્યા પછી ભુખ લગે તો શુ યાદ આવે? દાલવડાની સ્ટીમિંગ હોટ પ્લેટ. તળેલા, મીઠું ચડાવેલું મરચાં અને ચટણી સાથે પીરસવામાં આવે છે.

મલાઈ કુલ્ફી

ફૂડ સેશનને પરફેક્ટ કરવા માટે મલાઈ કુલ્ફી એ પરફેક્ટ ડેઝર્ટ છે. એવું કહેવાય છે કે માણેક ચોકની કુલ્ફી અનોખી અને શ્રેષ્ઠ છે.

ગુજરાતના ફેમસ ફાફડા ઘરે બનાવવાની રીત