આ છે ભારતના ફેમસ વાઈલ્ડ લાઈફ ડેસ્ટીનેશન, ફોટોગ્રાફી માટે છે પરફેક્ટ


By Smith Taral31, Aug 2024 01:37 PMgujaratijagran.com

ભારતમાં કેટલાક વિશ્વપ્રસિદ્ધ વાઈલ્ડ લાઈફ ડેસ્ટીનેશન છે, જે માત્ર કુદરતી સૌંદર્યથી ભરપૂર નથી પરંતુ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ છે. આવો જાણીએ તેના વિશે ટુંકમાં

જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

જીમ કોર્બેટ નેશનલ પાર્ક ભારતમાં સૌથી જૂના રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે. આ પાર્કમાં બેંગાલ ટાઈગર, હાથી, રીછ, અને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. આ સ્થળ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે પરફેક્ટ છે.

બાંધવગઢ નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ

બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ટાઈગર માટે ફેમસ છે. અહીં તમે ટાઈગરને નજીકથી જોઈ શકો છો. આ સ્થળ તેના ગાઢ જંગલો અને સુંદર કૂદરતી દૃશ્યો સાથે ટાઈગરની અદભૂત ફોટોગ્રાફી માટે આદર્શ છે.

હેમિસ નેશનલ પાર્ક, લદ્દાખ

લદ્દાખમાં આવેલું હેમિસ નેશનલ પાર્ક એ દુનિયામાંનો સૌથી ઊંચાઈ પર આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં સ્નો લેપર્ડ, વલરસ, અને હિમાલયન વુલ્ચર્સ જેવી દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

નંદા દેવી નેશનલ પાર્ક, ઉત્તરાખંડ

નંદા દેવી નેશનલ પાર્ક એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઊંચા પર્વતો, ઘાસના મેદાનો અને આલ્પાઇન ફૂલો ફોટોગ્રાફી માટે બેસ્ટ છે.

ગીર નેશનલ પાર્ક, ગુજરાત

ગિર નેશનલ પાર્ક એ વિશ્વમાં માત્ર એક જ સ્થળ છે જ્યાં એશિયાટિક સિંહો જોવા મળે છે. આ પાર્કમાં સિંહોને તેમના કુદરતી વસવાટમાં વિહરતા કેમેરામાં કેદ કરી શકો છો

ચિલ્કા તળાવ અભયારણ્ય, ઓડિશા

ચિલ્કા તળાવ એશિયાનો સૌથી મોટું ખારું તળાવ છે, અને તે ઘણા માઇગ્રેટેડ પક્ષીઓનું આક

નળસરોવર પક્ષી અભયારણ્ય, ગુજરાત

ગુજરાતમાં આવેલું નળસરોવર એ દેશ વિદેશથી આવતા પક્ષીઓ માટેનું મહત્ત્વનું સ્થાન છે. અહીં સવારે અને સાંજના સમયે સુર્યપ્રકાશમાં પક્ષીઓની તસ્વીરો લેવી એ એક અનોખો અનુભવ રહે છે.

કાન્હા નેશનલ પાર્ક, મધ્યપ્રદેશ

કાન્હા નેશનલ પાર્ક એ ભારતના સૌથી મોટા અને અતિ સુંદર રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક છે. અહીંના ગાઢ જંગલોમાં વાઘ, બારાસિંગા, અને અનેક પક્ષીઓ જોવા મળે છે.

Ahmedabad Weekend Getaways: ચોમાસા દરમિયાન અમદાવાદની આસપાસ કરો વિકેન્ડ પ્લાન