આજકાલ ઈન્સ્ટા રીલ્સ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. તેને જોવામાં લોકો કલાકો પસાર સકરી નાંખે છે, પરંતુ શું તમે જાણો છો, ઈન્સ્ટા રીલ્સ જરૂર કરતાં વધારે જોવાથી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. તો ચાલો ઈન્સ્ટા રીલ્સ જોવાના નુક્સાન વિશે વિગતવાર જાણીએ
વધુ પડતી ઇન્સ્ટા રીલ્સ જોવાથી તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે. આ સમયનો ઉપયોગ તમે તમારા કામ, અભ્યાસ અથવા અન્ય પ્રવૃત્તિઓમાં કરી શકો છો.
ઇન્સ્ટા રીલ્સ જોવાથી ધીમે ધીમે માનસિક સ્થિતિ પર ઘણી અસર થવા લાગે છે. રીલ્સના કારણે તમને તણાવ અને ઘણી બાબતોને લઈને ચિંતા થઈ શકે છે.
બાળકોથી લઈને મોટા લોકોને પણ વધુ પડતી ઇન્સ્ટા રીલ્સ જોવાથી ઊંઘની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ અસર કરે છે.
ઇન્સ્ટા રીલ્સ જોવામાં એટલો સમય વીતાવવાથી તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તમે તમારા પરિવાર અને મિત્રોને સમય આપી શકતા નથી.
રાત-દિવસ ઇન્સ્ટા રીલ્સ જોવાથી આંખો પર દબાણ આવે છે. જેના કારણે આંખો નબળી પડવા લાગે છે. આ સાથે જ આંખોમાં દુખાવો પણ થવા લાગે છે.
વધુ પડતી ફોનની સ્ક્રીન અને ઇન્સ્ટા રીલ્સ જોવાથી આંખોની નીચે કાળા ઘેરા આવવા લાગે છે. જે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે.
બાળકોને પણ વધુ પડતી ઇન્સ્ટા રીલ્સ જોવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.