Kantola Recipe: કાઠીયાવાડી સ્ટાઈલ કંટોલાનું શાક , નોંધી લો રેસિપી


By Hariom Sharma20, Aug 2025 11:52 AMgujaratijagran.com

કંટોલાનું શાક

ચોમાસામાં વનવગડે ઉગતા કંકોડાનું શાક દરેક લોકોએ ખાધું હશે, આજે અમે કાઠીયાવાડી સ્ટાઈલ કંટોલાનું શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કંટોલા, મગફળીનો ભુકો, ગાઠીયા અથવા બેસન, તલ, મીઠું, લીંબુ, તેલ, હિંગ, ગોળ, કોથમરી, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, આદુ-લસણ-મરચાની પેસ્ટ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કંકોડાને ધોઈ કારેલાની જેમ કંકોડામાંથી બીજ કાઢી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં આદુ-લસણની પેસ્ટ, મગફળીનો ભુકો, તલ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, કોથમરી, લીંબુ અને તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તૈયાર કરેલા મસાલો કંકોડામાં ભરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી કંકોડા, કસુરી મેથી, મસાલા અને થોડું પાણી નાખીને 15 મિનીટ પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે ભરેલા કંકોડાનું શાક તમે ચોમાચા દરમિયાન આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરોતી જાગરણ વાંચતા રહો.

વરસાદની સિઝનમાં પાપડને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરવા?