જો તમારે અન્ય કોઈ પ્રકારની દવાઓ ચાલી રહી હોય અને એવામાં તમે વિટામિન્સ માટે સપ્લીમેન્ટ કરી રહ્યાં હોય, તો તે ઘાતક નીવડી શકે છે. તબીબની સલાહ વિના દવાઓ સાથે સપ્લીમેન્ટ ના લેવા જોઈએ.
મલ્ટી વિટામિન સપ્લીમેન્ટ્સનું સેવન અનેક વખત બૉડી માટે ખતરનાક હોઈ શકે છે. શરીરમાં જે વિટામિનની ઉણપ નથી, તેનું વધારે પ્રમાણમાં હોવું આપણા માટે હાનિકારક છે.
જો તમારા શરીરમાં એનર્જી અને વિટામિન્સની કમી છે, તો તમે એવામાં હેલ્ધી ડાયટ અપનાવીને વિટામિનની ઉણપને દૂર કરી શકો છો. કોઈ પોષક તત્ત્વોની કમી થવા પર તાત્કાલિક વિટામિનની ગોળીઓ લેવાનું શરૂ ના કરશો.
વિટામિન્સની ગોળી ડૉક્ટરની સલાહ વિના ના લેવી જોઈએ. તમારા શરીરને ક્યા વિટામિનની જરૂર છે? તે તપાસ વિના ખબર નથી પડતી. એવામાં કોઈ પણ સપ્લીમેન્ટ્સ લેવું સ્વાસ્થ્ય માટે જોખમી છે.