શું જમીન પર સૂવાના આ નુક્સાન વિશે તમે જાણો છો?


By Sanket M Parekh08, Jul 2023 04:38 PMgujaratijagran.com

નુક્સાન

કેટલાક લોકોએ જમીન પર સૂવાનું ટાળવું જોઈએ, કારણ કે આમ કરવાથી તેઓ ગંભીર બીમારીઓનો શિકાર બની શકે છે.

ગંભીર ઈજા

જો તમને કોઈ ગંભીર ઈજા થઈ હોય, જે તમારા હાડકા સબંધિત હોય. આવી સ્થિતિમાં તમારે જમીન પર સૂવાનો પ્રયાસ ના કરવો જોઈએ.

સિઝનના આધારે

જમીન પર ઊંઘવુ ફાયદામંદ છે, પરંતુ તે સિઝન પર આધારિત છે. બને ત્યાં સુધી વરસાદ અને ઠંડીની સિઝનમાં જમીન પર સૂવાનું ટાળો.

સફાઈ

જો યોગ્ય રીતે સફાઈ ના કરી હોય, તો જમીન પર સૂતી વખતે કીડા-મકોડા કરડવાનો ડર રહે છે.

ભીનો ફ્લોર

જો ફ્લોર ભીનો અથવા ભેજયુક્ત હશે, તો બીમાર થવાનો ખતરો વધી જાય છે. એવામાં આવા ફ્લોર પર સૂવાનું ટાળો.

વધારે સમય સુધી ઊંઘવું

જો વધારે સમય સુધી જમીન પર સૂઈ રહેશો, તો પીઠમાં દુખાવો થવાની આશંકા પણ હોઈ શકે છે. આ બાબતનો ખાસ ખ્યાલ રાખો.

સવારે એડીમાં દુખાવો થાય તો અપનાવો આ ઉપાય