સામાન્ય રીતે લોકો નાની-નાની વાતોને લઈ ગુસ્સો કરવા લાગે છે અને તેને લીધે બીમારી થઈ શકે છે
વધારે પડતો ગુસ્સો કરવાથી અનેક મુશ્કેલી પડી શકે છે. પરિવારનો માહોલ ખરાબ થઈ શકે છે
જે વ્યક્તિ વધારે ગુસ્સો કરે છે તેઓ તણાવનો સામનો કરવો પડે છે. તેનાથી માનસિક સ્વાસ્થ બગડી શકે છે. માટે ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ
જો તમે ગુસ્સો કરો છો તો તમને રાત્રીના સમયે ઊંઘ નહીં આવવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. તેનાથી ડિપ્રેશન પણ વધી શકે છે
ગુસ્સાને લીધે પાચન ક્રિયા પર આડ અસર થઈ શકે છે. એસિડ રિફ્લક્સ, કબજિયાત અને અન્ય સમસ્યા સર્જાઈ શકે છે