ACના વધુ પડતા ઉપયોગના ગેરફાયદા


By Kisankumar Sureshkumar Prajapati04, Jul 2023 03:25 PMgujaratijagran.com

કામની વાત

ધોમ ધખતી ગરમીમાં ACમાં રહેવાનું બધાને સારૂ લાગતું હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે, કલાકો સુધી ACમાં રહેવાથી તમારી તબીયત બગડી શકે છે. આવો વિગતવાર જાણીએ

ડિહાઈડ્રેશનની સમસ્યા

કલાકો સુધી ACમાં રહેવાથી શરીરમાં પાણી ઘટી જાય છે, જે ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે, એટલા માટે ACમાં બેઠા હોવ ત્યારેપણ સમયાંતરે પાણી પીતુ રહેવું જરૂરી છે.

શ્વાસ સાથે સંકળાયેલી પરેશાનીમાં વધારો

લગાતાર ACનો ઉપયોગ કરવાથી શ્વાસને લગતી સમસ્યા થઈ શકે છે, જે અસ્થમાં અથવા એલર્જીમાં વધારો કરી શકે છે કેમ કે, ACની સફાઈ ન થવાને કારણે વાતાવરણમાં રહેતા કીટાણુંઓ શ્વાસો શ્વાસની પ્રક્રિયા મારફત આપણા ફેફસા સુધી પહોચવા લાગે છે.

માથું દુખવાની સમસ્યા

ACને કારણે રૂમનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે પરંતુ બહારનું વાતાવરણ ગર્મી ભર્યું જ રહેતું હોય છે જેના કારણે અંદર-બહાર જવાને કરાણે માથું દુઃખવાની સમસ્યા થઈ શકે છે તેમજ માઈગ્રેન જેવી બીમારીનો ભોગ બની શકો છો.

ઈન્ફેકશનમાં વધારો

લાંબા સમય સુધી ACમાં રહેવાથી નાકની અંદરની લાળ સુકાઈ શકે છે જેના કારણે ઈન્ફેકશનની સમસ્યા થઈ શકે છે, જોકે નાકની અંદરની લાળ સુકાવાથી ગંદા કિટાણુંઓ-વાયરસ નાકમાં પ્રવેશ કરી જાય છે, જે સમસ્યાનું કારણ બને છે.

શુષ્ક ત્વચાની સમસ્યા

લાંબા સમય સુધી ACમાં બેસવાથી ત્વચાની ભીનાસ છીનવાઈ જાય છે, જેનાથી ત્વચા અને વાળ બન્ને ડ્રાઈ થઈ જાય છે, જેના કારણે ત્વચા પર કરચલીઓના સમસ્યાઓ ઉમર પહેલા દેખાવા લાગે છે અને વાળ નીર્જીવ અવસ્થામાં જોવા મળે છે.

આંખોની સમસ્યા

ACની હવાથી આંખો ઉપર ગંભીર અસર પડી શકે છે, આંખો ડ્રાઈ (સુકી) થઈ જાય છે, જેનાથી બળતરા,ખંજવાળ અને ઈન્ફેકશનની સમસ્યા થઈ શકે છે.

હાડકાનો દુખાવો

ફૂલ ACમાં લગાતાર રહેવાથી હાડકા કમજોર થઈ જાય છે, જે આગળ જતા તમારા હાડકાની બીમારી બનવાનું કારણ થઈ શકે છે. જો તમે પણ ACનો વધારે પડતો ઉપયોગ કરતા હોય તો, સાવધાન થઈ જજો.

શા માટે બેચેની અને ચિંતા થાય છે, જાણો આ 3 કારણ