શા માટે બેચેની અને ચિંતા થાય છે, જાણો આ 3 કારણ


By Jivan Kapuriya04, Jul 2023 03:14 PMgujaratijagran.com

આટલું જાણો

ચિંતા અને નર્વસ થવું સામન્ય બાબત છે, ક્યારેક નર્વસનેસ એટલી બધી વધી જાય છે કે, તેને કાબૂમાં રાખવું મુશ્કેલ લાગે છે. તે જ સમયે નર્વસનેસ અથવા બેચેની પાછળ આ કારણો શા માટે હોઈ શકે છે.

ચિંતાના લક્ષણ

ચક્કર, કંપારી, મોઢુ સુકાવવું, શ્વાસની સમસ્યા, અનિદ્રા , હ્દયના ધબકારા વધી જવા.

ડર

ડરના કારણે ગભરાવુંએ સામાન્ય બાબત છે. ક્યારેક પરીક્ષામાં સારા માર્કસ ન મળવાના ડરને કારણે અથવા પાસ ન થઈ શકવાના ડરને કારણે તો ક્યારેક ખોટું બોલતા પકડાઈ ન જવાના ડરથી પણ ગભરાટ વધી જાય છે.

પ્રેશર

ખુબ વધારે પ્રેશર હોવાને કારણે તમને ગભરામણ થાય છે. ક્યારેક ઓફિસનું પ્રેશર તો ક્યારેક ઘરનું પ્રેશર બેચેનીનું કારણ બની શકે છે. બીજી તરફ ઈન્ટરવ્યુ આપતી વખતે સારા પર્ફોર્મન્સનો ડર ગભરામણનું કારણ બને છે.

ચિંતા

વધુ પડતો તણાવ અથવા ચિંતા પણ તમને બેચેની અથવા ગભરામણનું કારણ બની શકે છે. કેટલીકવાર તમે વધુ પડતા વિચારને કારણે નર્વસ બની જતા હોવ છો.

કેવી રીતે બચવું

જ્યારે તમે નર્વસ અથવા બેચેન અવુભવો ત્યારે લાંબા અને ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. તે જ સમયે , પાણી પીવાથી અને ધ્યાન વિચલીત કરવાથી નર્વસનેસ અને બેચેનીને દૂર કરી શકો છો. જ્યારે દરેક નાની વાતથી નર્વસ અનુભવ થાય ત્યારે ડોક્ટરની સલાહ લેવી.

બેચેની લાગવા પાછળના આ કારણોનો સમાવેશ થઈ શકે છે.

વજન ઘટાડવા દુધીનો ઉપયોગ કરો