શિયાળામાં ઓટ્સ ખાવાથી શરીરને થશે અઢળક ફાયદા


By Sanket M Parekh25, Nov 2023 04:25 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

ઓટ્સમાં વિટામિન-બી કોમ્પલેક્સ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જેની અંદર અનસૉલ્યુબલ ફાઈબર પણ મળી આવે છે, જે પાચન તંત્રને સુધારે છે.

વજન ઘટાડે

ઓટ્સમાં ફાઈબર સારા પ્રમાણમાં મળી આવે છે. જેનાથી જલ્દી ભૂખ નથી લાગતી અને મેટાબૉલિઝ્મ પ્રોસેસ વધે છે. જેનાથી વજન કંટ્રોલ થઈ શકે છે.

એનર્જી બૂસ્ટ

દરરોજ નાસ્તામાં ઓટ્સ ખાવાથી શરીરમાં એનર્જી વધે છે. જેની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-બી કોમ્પલેક્સ અને મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેનાથી બૉડીમાં એનર્જી બૂસ્ટ થાય છે.

ડાયાબિટીશ

ડાયાબિટીશના દર્દીઓ માટે ઓટ્સ ખૂબ જ ફાયદેમંદ હોય છે. ઓટ્સમાં જિંક, મેન્ગેનીઝ, કેલ્શિયમ, પ્રોટીન, આયરન, વિટામિન-બી જેવા પોષક તત્વો મળી આવે છે. જે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીશને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

ઓટ્સનું કેટલું સેવન કરવું જોઈએ?

જો તમને વજન ઘટાડવા માટે ઓટ્સ ખાતા હોય, તો દરરોજ લગભગ 250 ગ્રામ ઓટ્સનું સેવન કરી શકો છે.

ઠંડીમા સવારે ગરમ ચા કે પાણી પીવુ કેટલુ યોગ્ય?