ઠંડીમા સવારે ગરમ ચા કે પાણી પીવુ કેટલુ યોગ્ય?


By Hariom Sharma25, Nov 2023 04:18 PMgujaratijagran.com

ગરમ પીણા

શિયાળાની ઋતુ શરુ થતા જ સવારે પલંગ પરથી ઉઠવાનુ મન થતુ નથી. આ ઋતુમાં મોટાભાગના લોકોના દિવસની શરુઆત જ ગરમ પીણા પીવાથી થાય છે.

ઠંડીમા ગરમ વસ્તુઓ પીવી

ઠંડીમા દરેક લોકોને ગરમ વસ્તુઓ ખાવા પીવાનુ પસંદ આવે છે પરંતુ એ ધ્યાન રાખવાની પણ જરુર છે કે તમે શુ ખાઈ પી રહ્યા છો.

ખાલી પેટ ચા

ભારતમા લોકો સવારે ખાલી પેટ ચા પીવે છે. કદાચ તમે તેના નુકસાનથી અજાણ હશો.

ગરમ પાણી પીવુ

કેટલાક લોકો ચાની જગ્યાએ ગરમ પાણી પણ પીવાનુ પસંદ કરે છે. એક્સપર્ટના પ્રમાણે સવારે ખાલી પેટ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

You may also like

મોડી રાતે ન ખાઓ આ 5 વસ્તુઓ, શરીરને થશે નુકસાન

શિયાળામાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખવા શું ખાવું? ચાલો જાણીએ

ચા પીવાના નુકસાન

જો તમે સવારે ખાલી પેટ ચા પીઓ છો તો તમને સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા થઈ શકે છે. જેમ કે એસિડીટી અને પેટની સમસ્યાઓ.

ગેસની સમસ્યામા રાહત

સવારના સમયમા ગરમ પાણી પીવાથી ગેસની સમસ્યામા રાહત મળે છે. આ ઉપરાંત પેટ સંબધિત સમસ્યાઓથી છૂટકારો મળે છે.

ચા પીવાનો સમય

સવારે ગરમ પાણી પીધા બાદ 10 થી 15 મિનિટ પછી તમે ચાને પી શકો છો. આમ કરવાથી શરીરને ઓછુ નુકસાન થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે મગની દાળ