ગરમીની સિઝનમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમે ડિહાઈડ્રેશનના શિકાર ના બનો, પરંતુ વધારે પાણી પીવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.
વ્યક્તિના શરીરમાં પાણીનું પ્રમાણ 60 ટકાથી વધારે હોય છે. આથી જો વધારે પાણી પીવામાં આવે, તો ચાર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
વધુ પડતું પાણી પીવાથી લિવરને નુકસાન થઈ શકે છે, કારણ કે વધારે પ્રમાણમાં આયરન યુક્ત પાણી પીવાથી ઓવર હાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે, જે લિવર માટે નુકસાનદાયક નીવડી શકે છે.
વધારે પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને પણ નુકસાન થઈ શકે છે. વધારે પાણી પીવાથી ઓવર હાઈડ્રેશન થઈ જાય છે, જેના પરિણામે કિડની ડેમેજ થવાના ચાન્સ વધી જાય છે.
કોઈ પણ વધુ વધારે ખાવા કે પીવાથી તેની સીધી અસર પાચન ક્રિયા પર પડે છે. એવામાં વધારે પડતું પાણી પીવામાં આવે, તો પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
વધારે પડતું પાણી પીવાથી હાર્ટને પણ નુકસાન થઈ શકે છે, કારણ કે વધારે પાણી પીવાથી લોહીનું પ્રમાણ વધી જાય છે અને તેની હાર્ટ પર વિપરિત અસર પડે છે.
ગરમીની સિઝનમાં એક વ્યક્તિએ વધુમાં વધુ 3 લિટર સુધી પાણી પીવું જોઈએ. પાણીને એકસાથે પીવાની જગ્યાએ ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ.