પ્રેગન્નસીનો સમય દરેક મહિલા માટે ખૂબ જ નાજુક હોય છે. આ સમયે શરીરમાં ઘણાં હોર્મોનલ બદલાવ થતાં રહે છે.
શરીરમાં થતાં આ હોર્મોનલ બદલાવની સીધી અસર મહિલાના ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. આ કારણોસર જ આ સમયમાં ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.
પ્રેગન્નસીના સમયે ચા પીવાથી સીધી બાળક પર અસર થાય છે, સાથે જ બીજી ઘણી સમસ્યાઓ પણ થાય છે.
ચામાં કેફિન વધુ માત્રામાં રહેલું હોય છે, પ્રેગન્નસી દરમિયાન વધુ કેફીનનું સેવન કરવામાં આવે તો ગેસની સમસ્યા થઇ શકે છે.
ચામાં આયર્નને અવશોષિત કરનાર તત્ત્વ ટેનિન રહેલું હોય છે, જે એનિમિયાનો જોખમ વધારે છે.
આપણે સૌ જાણીએ જ છીએ કે ચામાં કેફિન વધુ માત્રામાં હોય છે. આ ચિંતા, તણાવનું કારણ બની શકે છે.
ચામાં રહેલું કેફીનના કારણે ઊંઘ ખરાબ થઇ શકે છે. સાથે સ્થૂળતા, થાક જેવી સમસ્યાઓ થઇ શકે છે.
જો તમે આદુંવાળી ચા પીવો છો તો, આદું એસિડ રિકલ્સને ઓછું કરે છે. આના સેવનથી એસિડ વધુ ઉત્સર્જિત થાય છે. જેનાથી છાતીમાં બળતરા થઇ શક છે.