જો તમે પણ જમ્યા પછી ચા પીતા હોવ તો ધ્યાન રાખો. આ તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ચાલો જાણીએ.
જો બ્લડ પ્રેશર વધવાની સમસ્યા હોય તો જમ્યા પછી ભૂલથી પણ ચા ન પીવી. તેનાથી આ સમસ્યા વધી શકે છે.
ખાધા પછી ચા પીવાથી હૃદયના ધબકારા પર ખરાબ અસર પડે છે.
ભોજન લીધા પછી તરત જ ચા પીવાથી પાચનતંત્ર નબળું પડે છે. જેનાથી યોગ્ય રીતે પાચન થતું નથી અને ગેસ, એસિડિટી, માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
લંચ પછી ચા પીવાથી શરીર ખોરાકમાં રહેલા પોષક તત્વોને શોષી શકતું નથી, જેનાથી નબળાઈ અને પોષણની ઉણપ થઈ શકે છે.
લંચ પછી ચા પીવાથી ભૂખ ઓછી લાગે છે. આ સાથે હાથ-પગ ઠંડા થવાની સમસ્યા પણ થઈ શકે છે.
જમ્યા પછી ચા પીવાથી શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે, જેનાથી એનિમિયા પણ થઈ શકે છે.
જમ્યા પછી તરત જ ચા પીવાથી પેટમાં ગેસ થાય છે, જેનાથી માથાનો દુખાવો થઈ શકે છે.