શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે, જાણો શરીરમાં વિટામીનની ખામીના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન અને મિનરલ્સ શરીરને પોષકતત્ત્વો પૂરા પાડે છે. તે શરીરની કોશીકાના કાર્ય, વિકાસ અને વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ છે.
ડેરી ઉત્પાદનો અને લીલા શાકભાજી માંથી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. જે સ્નાયુઓ, હાડકાં, દાંત, વાળ, નખ અને આંખો સ્વસ્થ રાખે છે.
નારંગી, લીલા વટાણા અને ચોખા વગેરેમાંથી વિટામિન B મળી આવે છે, વિટામિન Bની ઉણપથી બેરી-બેરી નામની બીમારી થાય છે.
વિટામિન B1ની ઉણપથી શરીરમાં પેટ સબંધિત સમસ્યાઓ જેવી કે, મેટાબોલિઝમ અને પાચન પ્રક્રિયા જેવી સમસ્યા થઈ શકે છે.
વિટામિન B6ની ઉણપથી શરીરમાં ન્યુરોપથી અને જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડી શકે છે.
વિટામિન B12ની ઉણપથી નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે.
વિટામિન Cની ઉણપથી સ્કર્વી નામની બીમારી થાય છે. તેથી વિટામિન C રોગપ્રતિકારક તંત્ર માટે મહત્વપૂર્ણ છે.
વિટામિન Dની ઉણપથી શરીરમાં હાડકાં નબળાં પડવાની સમસ્યા થઈ શકે છે.
વિટામિન Eની ઉણપથી શરીરમાં પ્રજનનક્ષમતા ઓછી થઇ શકે છે.
વિટામિન Kની ઉણપના કારણે રક્તસ્ત્રાવ જેમ કે ઉલટી અને મળમાં પણ રક્તસ્રાવ થઈ શકે છે.