ડૉ. સુગીટા મુટરેજાના જણાવ્યા પ્રમાણે, મેથીના દાણાનું પાણી પીવાથી એલર્જી, દમ અને ઝાડા થવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જો મેથીનું પાણી પીવાથી તમને આવી કોઈ સમસ્યા જણાય, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
મેથીનું પાણી પીવાથી ગેસની સમસ્યા થવા લાગે છે. આ સાથે જ કબજિયાત અને અપચાની સમસ્યા પણ વકરી શકે છે. મેથીનું પાણી પીવાથી ડાઈઝેશન પણ બગડી શકે છે.
ડાયાબિટીશના દર્દીઓએ મેથીનું પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમ કરવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી ઘટવા લાગે છે. જેનાથી તમને અનેક તકલીફ થઈ શકે છે.
મેથીનું પાણી પીવાથી કેટલાક લોકોને પેટમાં ચુંક આવવી તેમજ ઝાડા થઈ જવા જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે. જેના કારણે તમને શરીરમાં નબળાઈ લાગવા માંડે છે.
મેથીનું પાણી પીવાથી શ્વાસ લેવામાં પણ સમસ્યા સર્જાઈ શકે છે. એવામાં મેથીનું પાણી પીવાથી તકલીફ થાય ત્યારે તરત જ તબીબની સલાહ લેવી જોઈએ.
મેથીનું પાણી પીવાથી એલર્જીની સમસ્યા સર્જાઈ શકે છે. આ સાથે જ સ્કિનમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે.