કેટલાક લોકો રાતે કેળા ખાય છે. તે લોકોના મગજમાં સવાલ આવે છે કે રાતે કેળા ખાવા જોઈએ કે નઈ? જો તમે પણ રાતે કેળા ખાઓ છો તો તમારે તેનાથી થતા નુકસાન જાણી લેવા જોઈએ.
કેળાની અંદર કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, પણ ખોટા સમયે ખાવાથી તેના નુકસાન પણ થઈ શકે છે.
રાતે કેળા ખાવાથી કોઈ ખાસ નુકસાન તો થતા નથી છત્તા પણ રાતના સમયે કેળા ખાવાથી બચવું જોઈએ. ઠંડીમાં રાતે કેળા ખાવાથી તાવ તથા કફ જેવી સમસ્યા થઈ શકે છે.
રાતે કેળા ખાવાથી શરીરમાં કફ વધારે બનવા લાગે છે. તેનાથી ગળા સંબધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
કોઈ દિવસ ખાલી પેટ કેળા ન ખાવા જોઈએ. તેનાથી તમારા શરીરમાં રહેલી કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા બગડી શકે છે.