ચા સાથે ભજીયા જ નહીં, આ વસ્તુઓ ખાવી પણ ખતરનાક છે


By Smith Taral11, Feb 2024 05:24 PMgujaratijagran.com

ચા સાથે ભજીયા ખાવા

ચા આપણા દેશમાં સૌથી વધારે પીવાતું પીણું છે. આપણે મહેમાનોને સૌથી પહેલા ચા પીવાનું જ પુછીએ છે. આ ચા સાથે કેટલાક લોકો ભજીયા ખાવાનુ પણ પસંદ કરે છે, પણ તમને જાણીને નવાઈ થશે કે ચા સાથે ભજીયા ખાવા શરીરના સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી.

સ્વાસ્થ્ય માટે હાનિકારક

ચા સાથે પકોડા ખાવા એ હેલ્ધી ઓપ્શન નથી. આ બે વસ્તુઓ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં ચા સાથે પકોડા ખાવાની ટેવને બદલો.

ચા સાથે આ વસ્તુઓ ન ખાવી

શિયાળામાં લોકો ચાની સાથે અન્ય વસ્તુઓનું સેવન કરે છે. નોંધનીય છે કે ચાની સાથે અન્ય કેટલીક વસ્તુઓ પણ ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી. ચાલો જાણીએ કઈ છે એ વસ્તુઓ

બેસણમાથી બનાવેલ વસ્તુઓ

સામાન્ય રીતે લોકો બેસણની બનેલી વસ્તુઓ ચા સાથે ખાતા હોય છે. આરોગ્ય નિષ્ણાતો આવું કરવા સખત મનાઈ કરે છે, કારણ કે, આવી વસ્તુઓ ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે.

You may also like

ચા કે કોફી, તમારી ત્વચા માટે કયું છે સૌથી સારુ?

યુનિક રેસિપી : તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તેવી ખજૂર અને અજમાના ભજીયાની રેસિપી

ચા સાથે લીંબુ ન લેવું

લીંબુનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો કે ચા સાથે લીંબુનું સેવન કરવાથી પાચનતંત્ર પર ઉેધી અસર પડે છે.

આયર્નથી ભરપૂર ખોરાક

શરીરને સ્વસ્થ રાખવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે, પરંતુ ચા સાથે આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

હળદર

ચામાં કેફીન જોવા મળે છે, જે શરીરને ગરમ કરવાનું કામ કરે છે. જો તમે ચા સાથે હળદરવાળી વસ્તુઓ ખાશો તો તમારું શરીરમા વધુ પડતી ગરમી થઈ શકે છે

આરોગ્ય સંબંધિત અન્ય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.

શિયાળામાં સફરજનનો જ્યુસ પીવાથી મળશે આ અઢળક ફાયદા