Lassi Recipes: સાદી લસ્સી પીને કંટાળી ગયા હોવ તો આ 6 પ્રકારની લસ્સી ટ્રાય કરો, વ


By Smith Taral07, May 2024 03:14 PMgujaratijagran.com

સ્વીટ લસ્સી

આ લસ્સીમાં દહીં, ખાંડ અને થોડું પાણી નાખીને બનાવો. ટેસ્ટી ફ્લેવર માટે એક ચપટી ઈલાયચી અને ગુલાબના શરબત ઉમેરી સર્વ કરો

મેંગો લસ્સી

પાકેલી કેરીના ટુકડા તેમાં દહીં અને થોડું પાણી ઉમેરી તેને ગ્રાઈન્ડ કરી લો. સ્વીટનેસ માટે તેમાં ખાંડ અથવા ગોળ પાવડર ઉમેરી શકો છો. તેની ઉપર કેરીના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

સોલ્ટી લસ્સી

આ લસ્સી ઉનાળામાં લોકો પીવાનું પસંદ કરે છે, જેમને મીઠી લસ્સી પસંદ નથી તે પણ સોલ્ટી લસ્સી ટ્રાય કરી શકે છે. આમાં દહીં સાથે મીઠું, પાણી, શેકેલું જીરું પાવડર, કાળા મરી અને ચાટ મસાલો ઉમેરીને બનાવવામાં આવે છે.

ફુદીનો અને કાકડી લસ્સી

લીલો ફુદીનો અને છીણેલી કાકડીને મીઠું સાથે મીક્સ કરી લસ્સી તૈયાર કરો. આ લસ્સી પેટ માંટે એટલી હેવી નહીં લાગતી, જરુરથી ટ્રાય કરી શકો છો

સ્ટ્રોબેરી લસ્સી

પાકેલી સ્ટ્રોબેરીમાં દહીં, ખાંડ અને દૂધ નાખી મિક્સ કરીલો, ઉપર સ્ટ્રોબેરીના ટુકડા નાખી સર્વ કરો

સ્ટ્રોબેરી લસ્સી

પાકેલી સ્ટ્રોબેરીમાં દહીં, ખાંડ અને દૂધ નાખી મિક્સ કરીલો, ઉપર સ્ટ્રોબેરીના ટુકડા નાખી સર્વ કરો

કેળા અને મધ લસ્સી

પાકેલા કેળામાં દહીં અને મધ મિક્સ કરી આ લસ્સી તૈયાર કરો. આ લસ્સી એનર્જી ડ્રીન્ક માફક કામ કરે છે. આને તમે તેને વર્કઆઉટ પછી અથવા મિડ-ડે નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.

ચોકલેટ લસ્સી

આ લસ્સી ઓગાળેલી ચોકલેટ સાથે દહીંને બ્લેન્ડ કરીને બનાવી શકાય છે. બાળકોને તમે આ લસ્સી બનાવીને પીવડાવી શકો છો

કેસર અને બદામની લસ્સી

આ લસ્સી બનાવવા માટે નવશેકા દૂધમાં કેસર, દહીં, ખાંડ અને બદામ ઉમેરીને તૈયાર કરો.

બજારમાં મળે છે નકલી જીરું! મસાલામાં ભેળસેળ છે કે નહીં તે આ રીતે તપાસો