30s માં પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી આ 6 ખોરાક


By Smith Taral19, May 2024 01:16 PMgujaratijagran.com

ઉંમર પ્રમાણે શરીરમા કેટલાક વિટામિન અને પોષકતત્વોની જરુરીયાત વધી જતી હોય છે. પુરષ જ્યારે તેના 30sમાં હોય ત્યારે તેને ડાયેટમાં કેટલાક જરુરી ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ સ્ટોરીમાં આપણે જાણીશું 30 ના દાયકાના પુરુષોએ કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ

ફાઇબર

તમારા ડાયેટમાં કે ઓટ્સ, આખા ઘઉં અને ગ્રીન્સ વેજીસ ઉમેરો, આ ખોરાક લોહીમાં સુંગરને નિયત્રણમાં રાખે છે અને અને શરીરમાં બ્લડ પ્રેશરના સ્તરને જાળવી રાખે છે

કેલ્શિયમ

30sમા હાડકાનું સ્વાસ્થ્ય જાળવવું પણ ખૂબ જરૂરી છે, આ સમયમાં હાડકા નબળા પડી શકે છે માટે ડાયેટમા કેલ્શિયમથી ભરપૂર ખોરાક લો જેથી હાડકાની મજબૂતાઈ જળવાઈ રહે

ઝીંક

WHO મુજબ, પુરુષોમાં ઝિંકની ઉણપ થવી સામાન્ય છે. તેનાથી થાક, ચક્કર અને શરીરમાં દુખાવો થઈ શકે છે. આ જરૂરિયાતોને પૂરી કરવા માટે તમારા ડાયેટમાં કઠોળ, માછલી અને બદામ જેવા ઝિંકથી ભરપૂર ખોરાક ઉમેરો.

એન્ટિઓક્સિડન્ટ્સ

એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ અને ફ્રી રેડિકલ સામે લડીને પુરુષોના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે. આ તમે સીઝનલ ફ્રુટસ અને ગ્રીન વેજીસ ખાઈને લઈ શકો છો

એન્ટિઓક્સિડન્ટ્સ

એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ અને ફ્રી રેડિકલ સામે લડીને પુરુષોના સ્વાસ્થ્યને વધારવામાં મદદ કરે છે. આ તમે સીઝનલ ફ્રુટસ અને ગ્રીન વેજીસ ખાઈને લઈ શકો છો

પોટેશિયમ

પોટેશિયમની ઉણપથી પુરુષોમાં સ્નાયુઓ પણ નબળા પડી શકે અને તેમા દુખાવો થઈ શકે છે માટે તમારા ડાયેટમા ડ્રાય ફ્રુટ્સ, માછલી અને કઠોળ જેવા ખોરાક ઉમેરો

પ્રોટીન

પ્રોટીન મેક્રોન્યુટ્રિઅન્ટ્સમાંનું એક છે. પ્રોટીનની ઉણપથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને બીમારી થવાની શક્યતા વધું રહે છે માટે પ્રોટીનયુક્ત ખોરાકનું જરુરીથી સેવન કરો.

Chiku Benefits: ઉનાળામાં ચીકુ ખાવાના ફાયદા