મગ દાળ ખાવાના ફાયદા


By Hariom Sharma2023-05-26, 18:33 ISTgujaratijagran.com

ખાવામાં મગ દાળ જેટલી સ્વાદિષ્ટ હોય છે એટલી જ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ માટે મગ દાળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળી શકે છે.

મગ દાળના પોષકતત્ત્વો

- કોપર - પ્રોટીન - ફોલેટ - આયર્ન - ફાયબર - વિટામિન - પોટેશિયમ - વિટામિન સી - રાઇબોફ્લેવિન

વેટ લોસ કરે

શરીરનું વજન ઘટાડવા માટે મગ દાળ એક હેલ્ધી ઓપ્શન છે. આ દાળમાં કેલેરી ઓછી હોય છે. આ માટે મગ દાળનું સેવન કરવાથી તમે શરીરની સ્થૂળતા ઘટાડી શકો છો.

વધારો ઇમ્યૂનિટી

શરીરને બીમારીઓથી બચાવવા માટે મગ દાળ ખાવ. પોષકતત્ત્વોથી ભરપૂર હોવાના કારણે મગ દાળ ખાવાથી શરીરની ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદ મળે છે.

પાચન

તમારા પાચન માટે મગ દાળ ફાયદાકારક ગણાય છે. ફાયબર જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોવાથી મગની દાળનું સેવન કરવાથી પાચન મજબૂત રાખી શકાય છે.

બ્લડ પ્રેશરમાં

બ્લડ પ્રેશર વધુ હોવા પર મગ દાળનું સેવન ગુણકારી છે. પોટેશિયમથી ભરપૂર મગ દાળનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.

ડાયાબિટીસ

મગ દાળનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક ગણાય છે. મગ દાળનું સેવન કેવી રીતે અને કેટલી માત્રામાં કરવું જોઇએ તેની સલાહ ડોક્ટર પાસેથી લો.

વજન ઘટાડવા માટે આ રીતે ખાવ ચિયા સીડ્સ