નબળી માંગ અને દેશના કેટલાક ભાગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ મંદ પડતા ડીઝલના વેચાણણાં સપ્ટેમ્બર મહિના દરમિયાન ત્રણ ટકાનો ઘટાડો થયો છે. જોકે પેટ્રોલની માંગમાં વધારો થયો છે.
દેશમાં ડીઝલનું વેચાણ 59.90 લાખ ટનથી ઘટી 58.1 લાખ ટન થયો છે. સપ્ટેમ્બરના પ્રથમ પખવાડીયમાં માંગ પાંચ ટકાથી વધારે ઘટી હતી.
આંકડાકીય માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં પેટ્રોલનું વેચાણ ગયા વર્ષની સમાન અવધિમાં 5.4 ટકા ઘટી 28 લાખ ટન થઈ છે. ઓગસ્ટમાં માંગમાં વૃદ્ધિ લગભગ સ્થિર રહી હતી.
ઔદ્યોગિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તંદુરસ્ત આર્થિક પ્રવૃત્તિઓ અને હવાઈ યાત્રામાં સુધારા સાથે મહિનામાં માંગ ઊંચા સ્તરે જળવાઈ રહી હતી.