સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ડીઝલનું વેચાણ ઘટ્યું, પેટ્રોલની માંગ વધી


By Nileshkumar Zinzuwadiya17, Sep 2023 03:54 PMgujaratijagran.com

ડીઝલનું વેચાણ

ભારતમાં ડીઝલનું વેચાણ સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં ઘટ્યું છે. વરસાદને લીધે માંગ ઘટતા અને દેશના કેટલાક ભાગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધીમી રહેવાને લીધે ઈંધણી માંગમાં ઘટાડો થયો છે.

માંગ 5.8 ટકા ઘટી

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓની માહિતી પ્રમાણે પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે ડીઝલના વેચાણમાં ઘટાડો થયો છે. જ્યારે પેટ્રોલની માંગમાં નજીવો વધારો થયો છે. ડીઝલની માંગ વાર્ષિક ધોરણે 5.8 ટકા ઘટી 27.2 લાખ ટન રહી છે.

પેટ્રોલમાં માંગ વધી

જ્યારે પેટ્રોલની માટે સપ્ટેમ્બરના પ્રથમ પખવાડિયામાં અગાઉના વર્ષની સમાન અવધિની તુલનામાં 1.2 ટકા વધી 13 લાખ ટન રહી છે. ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં તેની માંગ આઠ ટકા ઘટી હતી.

ખેતીવાડી ક્ષેત્ર મહત્વની કામગીરી

વર્ષ 2023ના પ્રથમ છ મહનામાં મોટાભાગની અર્થવ્યવસ્થામાં સારા પ્રદર્શનની આશા છે. જેથી ઈંધણની માંગ વધી રહી છે. અલબત ખેતીવાડી ક્ષેત્ર મહત્વની કામગીરી પૂરી થઈ હોવાથી ડિઝલમાં ઘટાડો થયો છે.

FPIએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં રૂપિયા 4,768 કરોડનું વેચાણ કર્યું