FPIએ સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં રૂપિયા 4,768 કરોડનું વેચાણ કર્યું


By Nileshkumar Zinzuwadiya17, Sep 2023 03:40 PMgujaratijagran.com

ચોખ્ખી વેચવાલી

અમેરિકામાં બોન્ડ પર મળતા વળતરનું પ્રમાણ વધતા, ડોલર મજબૂત થતા અને આર્થિક વૃદ્ધિને લગતી ચિંતા વધતા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં શેરબજારમાંથી આશરે રૂપિયા 4,800 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.

છ મહિનામાં ચોખ્ખી ખરીદી

આ અગાઉ FPIએ માર્ચ મહિનાથી ઓગસ્ટ દરમિયાન સતત છ મહિના સુધી શેરબજારમાં ચોખ્ખી ખરીદી કરી હતી. તે સમયે રૂપિયા 1.74 લાખ કરોડનું જંગી રોકાણ કરવામાં આવ્યું હતું.

બજાર નિષ્ણાતો

બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં FPI ચોખ્ખી વેચવાલી કરી શકે છે, કારણ કે મૂલ્યાંકન વિક્રમજનક સ્તરે પહોંચી ગયું છે. યુએસ બોન્ડ પરનું વળતર 10 વર્ષ માટે 4.28 ટકા થઈ ગયું છે.

ગણેશ ચતુર્થી પર આ 5 પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો