ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓ આ વાતોનું રાખો ધ્યાન


By hariom sharma14, Apr 2023 08:42 PMgujaratijagran.com

ગરમીમાં કેમ રહે છે વધુ જોખમ

ગરમીની સિઝનમાં વધુ પરસેવો આવવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે, આ કારણે શુગર પણ વધે છે. સાથે જ હીટ સ્ટ્રોકની સંભવાના પણ રહે છે.

કસરત કરો

ડાયાબિટીસના દર્દીએ શુગર કંટ્રોલ રાખવા માટે રોજ કસરત કરવી જોઇએ. દરરોજ ઓછામાં ઓછી અડધો કલાક વોક કરો.

મશરૂમ ખાવ

મશરૂમમાં એન્ટિ-ડાયાબિટીસ હોય છે, આનું સેવન કરવાથી બ્લડ શુગર કંટ્રોલ રહે છે. ડાયાબિટીસના દર્દીએ ડાયેટમાં મશરૂમ સામેલ કરવું જોઇએ.

તણાવથી દૂર

ડાયાબિટીસના દર્દીઓ તણાવ લેવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. આ કારણે જ ખુશ રહેવાની કોશિશ કરવી.

હાઇડ્રેટ રહો

લીંબુ પાણી, નારિયળ પાણી, જ્યૂસ અને સાદુ પાણીનું સેવન વધુ કરવું. આનાથી પાણીની ઉણપનું જોખમ રહેતું નથી. ગરમીમાં ડિહાઇડ્રેશનના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં સમસ્યા વધી શકે છે.

શુગર લેવલ ચેક કરો

2થી 3 દિવસમાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું શુગર લેવલ ચેક કરવાની સલાહ આપવામાં આવે છે. વધુ સમસ્યામાં થવા પર ડોક્ટર પાસે જવું.

ફાયબર લો

ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓએ ફાયબરને પોતાના ડાયેટામાં સામેલ કરવું. ફાયબરથી ભરપૂર વસ્તુઓ ખાવ. આનાથી શુગર વધતું નથી અને પાચન પણ સારું રહે છે.

બાળકોની મેમરી શાર્પ બનાવવાના સરળ ઉપાય