Diabetes Prevention: ડાયાબિટીસથી બચવા શું કરવું જોઈએ?


By Sanket M Parekh11, Jul 2025 02:09 PMgujaratijagran.com

બ્લડસુગર લેવલ અને ગંભીર સમસ્યા

ડાયાબિટીસથી બચવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે. જેમાં સંતુલિત આહાર, નિયમિત કસરત અને સ્ટ્રેસ મેનેજમેન્ટ મુખ્ય છે. જેનાથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી બચી શકાય છે. બ્લડસુગરનું લેવલ વધવાથી શરીરના અનેક અંગો પર વિપરિત અસર થઈ શકે છે. જેમાં હાર્ટ, કિડની, આંખો, નસો અને દાંત પણ સામેલ છે.

હેલ્ધી ફૂડ

ડાયાબિટીસના દર્દીઓએ હેલ્ધી ડાયટને ફૉલો કરવી જોઈએય જેમાં લીલા શાકભાજી, ફળો, આખા અનાજ અને લીન પ્રોટીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મીઠાઈઓ અને હાઈ કાર્બોહાઇડ્રેટ ધરાવતું ફૂડ ટાળવું જોઈએ.

એક્સરસાઈઝ

નિયમિત એક્સરસાઈઝ અને યોગ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જેનાથી બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે અને વજન કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસથી થતી ગૂંચવણોનું જોખમ ઓછું થાય છે.

આંખોની તપાસ કરાવો

ડાયાબિટીસ આંખોને વિપરિત અસર થઈ શકે છે, જેના કારણે ધુંધળું દેખાવાની સમસ્યા અને અંધાપો પણ આવી શકે છે.આથી વ્યક્તિએ નિયમિતપણે તેમની આંખોની તપાસ કરાવવી જોઈએ.

યુરિન અને બ્લડ પ્રેશર ચેક કરાવો

બ્લડ સુગર લેવલમાં વધારો કિડની પર નકારાત્મક અસર કરી શકે છે, જેના કારણે ડાયાબિટીક નેફ્રોપથીની સમસ્યા થાય છે. આથી નિયમિતપણે પેશાબની તપાસ અને બ્લડ પ્રેશર તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નર્વ ડેમેજની સમસ્યા

ડાયાબિટીસના દર્દીઓને નર્વ ડેમેજની અર્થાત ચેતાને નુકસાનની સમસ્યા હોઈ શકે છે। જેના કારણે હાથ અને પગમાં કળતર, નિષ્ક્રિયતા અને દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈપણ ફેરફારને અવગણવો જોઈએ નહીં.

દાંતની તપાસ કરાવો

ડાયાબિટીસને કારણે પેઢા અને દાંતની સમસ્યાઓ સામાન્ય હોઈ શકે છે. આથી દાંતની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. દર છ મહિને દાંતની તપાસ કરાવવી જોઈએ.

રાત્રે સૂતા પહેલા પગ કેમ ધોવા જોઈએ? જાણો તેના ફાયદા