ઢાબા સ્ટાઈલ સેવ ભાજી બનાવવાની રીત


By Vanraj Dabhi23, Feb 2024 05:04 PMgujaratijagran.com

સેવ ભાજી

દરેક લોકોએ સેવનું શાક તો ખાધુ જ હશે, પરંતુ આજે આપણે સેવ ભાજી ઘરે બનાવવીની સરળ રીત જાણીશું.

સામગ્રી

સેવ,તેલ,મીઠું-મરચું-હળદર પાવડર,રાઈ-જીરું,કોથમરી,લીલા મરચા,ડુંગળી,ટમેટાની પ્યુરી,આદુની પેસ્ટ,ધાણા-જીરું પાવડર,ગરમ મસાલો.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,સમારેલા ડુંગળી-મરચા અને આદુની પેસ્ટ ઉમેરીને સાતંળી લો.

સ્ટેપ-2

હવે તેમાં ટમેટાની પ્યુરી,ધાણા-જીરું,હળદર-મરચું પાવડર,હીંગ,ગરમ મસાલો ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેમાં ફ્રેશ ક્રિમ ઉમેરીને મિક્સ કરીને થોડીવાર પકાવી લો.

સ્ટેપ- 4

હવે તેમાં સેવ અથવા ગાઢિયા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે ઘરે બનાવો બીટરૂટની ટિક્કી