આ રીતે ઘરે બનાવો બીટરૂટની ટિક્કી


By Vanraj Dabhi23, Feb 2024 04:28 PMgujaratijagran.com

સામગ્રી

બાફેલા બટેટા છીણ,છીણેલ બીટ,મકાઈનો લોટ,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ,મીઠું સ્વાદ મુજબ,લીંબુનો સર,કાજુ,સોજી,કોથમીર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં બટેટા-બીટનું છીણ,આદુ-મરચાની પેસ્ટ,મીઠું,મકાઈનો લોટ,લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં કોથમરી અને અડધા લીંબુનો રસ ઉમેરીને ફરીથી મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે હાથમાં થોડુ તેલ લગાવીને મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવીને ટિક્કી જેવો આકાર આપો.

સ્ટેપ- 4

હવે તેની પર કાજુના ટુકડા ઉમેરીને સોજીથી ગાર્નિશ કરો.

સ્ટેપ- 5

હવે એક નોન સ્ટીક પેનમાં એક ચમચી તેલ ઉમેરી બધી ટિક્કીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે બીટરૂટની ટિક્કી તમે તેનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અથાણાંના તેલનો ફરીથી ઉપયોગ કરવાની રીત