પનીર તો બધાને પસંદ છે પરંતુ તેની સાથે પાલક હોય તો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક થશે વિચારો. આ એક ટેસ્ટી ડીશ છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
તે માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ શિયાળામાં તે ખૂબ જ આરોગ્યપ્રદ પણ છે. આવો જાણીએ તેને ઘરે કેવી રીતે બાનાવી શકાય.
500 ગ્રામ પાલક,500 ગ્રામ પનીર,1-4 કપ તેલ,1 ચમચી જીરું,2 તમાલપત્ર,1 ચમચી આદુ સમારેલ,1 ચમચી લસણ સમારેલ,1-2 કપ ડુંગળી,1 કપ ટમેટા પ્યુરી,1-4 ચમચી ગરમ મસાલા,1-2 ચમચી લાલ મરચું પાઉડર,1 ચમચી ધાણા પાઉડર,મીઠું સ્વાદ મુજબ.
પાલકને પહેલા કાપીને ગરમ કરી લો અને પછી મિક્સરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પનીરના ટુકડા કરીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. હવે એક પ્લેટમાં કાઢી લો.
પછી તે પેનમાં તેલ ગરમ કરીને જીરું અને તમાલપત્ર નાખીને હલાવો.
જ્યારે તે તતડવા લાગે પછી તેમાં આદુ,લસણ અને ડુંગળીને નાખો અને હળવા બ્રોઉન થાય ત્યાં સુધી પકાવો.
હવે તેમાં મીઠું,ગરમ મસાલો,ધાણા પાઉડર અને મરચું પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરો.
પછી તેમાં ટમેટાની પ્યુરી નાખો અને તેને ધીમા તાપે પકાવો.
હવે તેમાં પાલકની પેસ્ટ નાખીને 2 થી 3 મિનિટ સુધી પકાવો.
જ્યારે તે મિશ્રણ થોડુ ઉકળવા લાગે ત્યારે તેમાં ફ્રાય કરેલ પનીરના ટુકડા તેમાં નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં થોડી ક્રીમ નાખીને સારી રીતે હલાવીને મિક્સ કરો અવે ગરમાગરમ મટર પવલાવ અથલા નાન સાથે સર્વ કરો.
પાલક પનીરનો સ્વાદ વધારવા માટે તમે તેમાં કસૂરી મેથી નાખી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.