ઉનાળામાં તાપ તડકા અને ગરમીના કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે. આવામાં ત્વચાની સંભાળ રાખવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું ધણું જરુરી છે. ઉનાળામાં લીંબુ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે રામબાણ ગણાય છે, આ સિવાય પણ તમે કેટલાક ડ્રીન્ક લઈ શકો છો, ચાલો જાણીએ વધુમાં
ઉનાળામાં સ્વાસ્થ્ય અને ત્વચા માટે વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર લીંબુ પાણી પીવું ઘણું ફાયદાકારક છે.
છાશ મોટાભાગના લોકોનું સૌથી પ્રિય ડ્રીન્ક છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે, જે કુદરતી પ્રોબાયોટિક છે. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આમ પન્ના તમારા શરીરને રિહાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. આમ પન્નામાં વિટામિન A અને C, આયર્ન અને ફોલેટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે.
સત્તુ શરબત પાચન માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ પીવાથી તમે દિવસભર એનર્જેટીક રહો છો અને સાથે તે તમારા ચહેરાને નેચરલ ગ્લો પણ આપે છે.