મોટાપાને ઝડપથી ઘટાડશે આ 5 જ્યૂસ


By Sanket M Parekh01, Dec 2023 03:57 PMgujaratijagran.com

કોબીનું જ્યૂસ

મોટાપાને ઘટાડવા માટે કોબીનું જ્યૂસ પીવું જોઈએ. જેમાં રહેલ ફાઈબર પેટના એક્સ્ટ્રા ફેટને ઓછું કરે છે. આ માટે કોબીને કાપીને પીસી લો. જે બાદ તેને પાતળી કરવા માટે પાણીનો ઉપયોગ કરો અને મીઠું મિક્સ કરીને પી જાવ.

ટામેટાનું જ્યૂસ

ટામેટાનું જ્યૂસ શરીરને સ્વસ્થ રાખવા સાથે પેટની ચરબી પણ ઘટાડવામાં મદદ કરે છે. એવામાં દરરોજ સવારે ઉઠીને ટામેટાનું જ્યૂસ પીવું જોઈએ. જેનાથી શરીરને ફાયદો મળશે.

બીટનું જ્યૂસ

બીટમાં ફોલેટ, વિટામિન-સી, આયરનનું પ્રમાણ વધારે હોય છે. જે મોટાપાને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેનું નિયમિત સેવન કરવાથી શરીર એનર્જેટિક રહે છે.

કારેલાનું જ્યૂસ

કારેલા શરીર માટે ફાયદેમંદ છે. કારેલાનું જ્યૂસ મોટાપાને ઘટાડવા ઉપરાંત ડાયાબિટીશ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ફાયદેમંદ હોય છે.

દૂધીનું જ્યૂસ

સવારે એક ગ્લાસ દૂધીનું જ્યૂસ પીવાથી શરીર સ્વસ્થ રહે છે. આ સાથે જ તે સ્કિનમાં ગ્લો લાવવા ઉપરાંત મોટાપાને ઘટાડવામાં મદદ કરે છે.

નબળી માંસપેશીઓને મજબૂત બનાવે છે આ એક્સરસાઈઝ