એવું ઘણી વાર બને છે કે, જીવનમાં બધું સારું હોવા છતાં, વ્યક્તિ ઉદાસ રહે છે. આ કારણે જીવનની સકારાત્મક અને સુખદ ઘટનાઓમાંથી આનંદ લેવા મુશ્કેલ બની જાય છે. જો તમને પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોવ તો જાણી લો તે પાછળના કારણો જેથી તમે તેનો ઝડપથી ઉકેલ લાવી શકો.
બીજાઓની સાથે સરખામણી કરવી ઘણીવાર ઉદાસીનું મુખ્ય કારણ બની શકે છે.
ધ્યેય વિનાનું જીવન વ્યક્તિને ભટકાવવાનું કારણ બની શકે છે, જેના કારણે ઉદાસી અનુભવાય છે. જીવનમાં ધ્યેય નકકી કરવાથી તમે જીવનને માણી શકો છો અને તમારુ ધ્યેય તરફ કાર્ય કરવા માટે હંમેશા ઉત્સાહિત રહો છો
બીજાની સરખામણી પોતાને ઓછી આંકવી એ આત્મવિશ્વાસ પર અસર કરે છે અને તમને ઉદાસી તરફ લઈ જાય છે. આ ઉપરાતં તમારા ગુણો અને ખામીઓને ન અપનાવવાથી પણ ઉદાસી આવી શકે છે.
માત્ર વિચારવું અથવા બોલવું પણ અસંતોષ અને ઉદાસીનું કારણ બની શકે છે. બોલવા અને વિચારવા ઉપરાંત તેની પર એક્શન લેવું તે વધારે મહત્વનું છે
વારંવાર પોતાના જીવનને કોસવાથી બીજાઓની ફરિયાદ કરવાથી તણાવ વધે છે, અને આવું કરવાથી વ્યક્તિના આત્મવિશ્વાસ પર અસર પડે છે.
કોઈ એક ઘટના અથવા સમસ્યા વિશે વારંવાર અને અતિશય વિચારવાથી જીવનની આનંદદાયક ક્ષણો માણી નથી શકાતી
આપણા આજુબાજુના નકારાત્મક લોકોનો પ્રભાવ પણ આપણને ઉદાસ રાખી શકે છે.
સોશિયલ મીડિયા પર અતિશય સમય પસાર કરવાથી મિત્રો અને પરિવાર સાથે ઓછો સમય પસાર કરી શકો છો જે તમારા માટે ઉદાસીનું કારણ બની શકે છે.