RBIના વડા શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે રૂપિયા 2,000ની નોટ બદલવા માટે બેંકોમાં ભીડ લગાવવાની જરૂર નથી. કારણ કે આ માટેનો સમય ચાર મહિના દૂર છે.
શક્તિકાંત દાસે કહ્યું કે 2,000ની નોટને પાછી લેવાનો નિર્ણય ચલણ સંચાલનનો એક હિસ્સો છે. નોટબંધી બાદ રોકડની અછતની ભરપાઈ કરવા આ નોટ લાવવામાં આવી હતી.
RBIના વડાએ સ્પષ્ટતા કરી છે કે રૂપિયા 20 હજાર સુધીની થાપણ અને એક્સચેન્જ માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. બેંક ખાતામાં રૂપિયા 50,000થી વધારે રકમ જમા કરાવવા પેન કાર્ડ જરૂરી છે.
23મી મે એટલે કે મંગળવારે બેંકમાં દરરોજ 10 નોટ જમા કરાવી શકો છો. RBIનું કહેવું છે કે લેવડ-દેવડ માટે રૂપિયા 2000ની નોટનો ઉપયોગ જાળવી રાખવામાં આવશે.