ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં ભારે ઘટાડો થયો


By Nileshkumar Zinzuwadiya16, Aug 2023 04:01 PMgujaratijagran.com

ઈંધણની માંગમાં ભારે ઘટાડો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો થયો છે. ચોમાસાને પગલે પરિવહનને અસર થઈ છે તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ એકંદરે સુસ્ત રહી છે,જેથી વાહન ઈંધણની માંગમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે.

ડીઝલનો વપરાશ 5.7 ટકા ઘટી 26.7 લાખ ટન

15મી ઓગસ્ટ સુધીના પખવાડીયામાં ડીઝલનો વપરાશ 5.7 ટકા ઘટી 26.7 લાખ ટન થયો છે, જુલાઈના પ્રથમ પખવાડીયામાં પણ ઈંધણનો વપરાશ ગગડ્યો હતો.

પેટ્રોલની માંગ 8 ટકા ઘટી 11.9 લાખ ટન

જ્યારે પેટ્રોલની માંગ પણ ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં ગયા વર્ષની સમાન અવધિની તુલનામાં 8 ટકા ઘટી 11.9 લાખ ટન રહી છે. જુલાઈના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલનો વપરાશ 10.5 ટકા ઘટ્યો હતો.

કોરોના કાળની તુલનામાં વપરાશ વધારે

અલબત કોરોના મહામારીની અવધિ એટલે કે ઓગસ્ટ,2019ની તુલનામાં 25.6 ટકા વધારે છે. ડીઝલનો વપરાશ 1-15 ઓગસ્ટ,2021ની તુલનામાં 265 ટકા અને 1-5 ઓગસ્ટ,2019ની તુલનામાં 16.8 ટકા વધારે છે.

શું તમારે ઘરે ઇન્સ્ટન્ટ પનીર ઢોસા બનાવવા છે, જાણી લો રેસીપી