સોનાની કિંમત વિક્રમજનક સ્તરે હોવાથી માંગમાં થયો 17 ટકાનો તોતિંગ ઘટાડો


By Nileshkumar Zinzuwadiya2023-05-05, 16:06 ISTgujaratijagran.com

જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં માંગ ઘટી

સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં સોનાની માંગમાં ઘટાડો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે આ અવધિમાં ભારતમાં સોનાની માંગ 17 ટકા ઘટી 112.5 ટન થઈ છે.

સોનાની કિંમત વિક્રમજનક

આ ઘટાડો સોનાની કિંમત વિક્રમજનક સ્તરે પહોંચવા અને કિંમતોમાં ભારે વધઘટ થવાન લીધે થઈ છે. WGCના મતે સોનાની કુલ માંગ 2022માં સમીક્ષા અવધિમાં 135.5 ટન હતી.

17 ટકા ઘટી 112.5 ટન રહી

વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની સોનાની માંગ વાર્ષિક ધોરણે 17 ટકા ઘટી 112.5 ટન રહી છે. કિંમતોમાં વિક્રમજનક સ્તર પર ભારે વધઘટની અસર જોવા મળી છે.

આભૂષણની માંગમાં તીવ્ર ઘટાડો

સોનાના આભૂષણોની માંગ 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 94.2 ટનથી ઘટીને જાન્યુઆરી-માર્ચ 2023માં 78 ટન રહી હતી.

વૈશ્વિકસ્તરે સોનાની માંગ ઘટી

સમીક્ષા હેઠળની અવધિમાં વૈશ્વિક સ્તર પર સોનાની માંગ વાર્ષિક ધોરણે 13 ટકા ઘટીને 1,080.8 ટન રહી છે. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 1,238.5 ટન હતી.

આ ઘરેલુ નુસખાથી પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ થઈ જશે ગાયબ, એક વખત ટ્રાય કરી જુઓ