વધેલી દાળમાંથી આ ટેસ્ટી ડિશ બનાવી શકાય છે, આવો જાણીએ


By Smith Taral08, Aug 2024 02:31 PMgujaratijagran.com

દાળમાં પોષક તત્વો

દાળને સૌથી કમફર્ટ ફૂડ માનવામાં આવે છે, દાળમાં પ્રોટીન, ફાઈબર અને અન્ય આવશ્યક પોષક તત્ત્વો રહેલાં હોય છે. ડોક્ટર પણ ઘણી બીમારીમાં આપણને દાળ ખાવાની સલાહ આપતા હોય છે. આવો જાણીએ વધેલી દાળમાંથી તમે કેવા પ્રકારની ડીશ બનાવી શકો છો.

દાળ પરોઠા

વધેલી દાળ, ઘઉંનો લોટ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને લોટ તૈયાર કરી, ટેસ્ટી પરોઠા બનાવી શકાય છે.

દાળ ચિલ્લા

ચિલ્લા સવારના નાસ્તામાં ખાવામાં આવતી ટેસ્ટી ડિશ છે. રાત્રે વધેલી દાળમાં સોજી ઉમેરી તેને હેલ્ધી ચિલ્લા બનાવી સવારના નાસ્તામાં ખાઈ શકાય છે

ઈડલી

ઈડલી બનાવવા ના પાણીની જગ્યાએ દાળનો ઉપયોગ કરો અને ઈડલીનું બેટર તૈયાર કરો. સ્ટીમ કરી તેના હેલ્ધી દાળની ઈડલી બનાવો

દાળ ઢોસા

તમે બચેલી દાળ, સોજી અને પાણી વડે ઢોસાનું બેટર બનાવી શકો છો. દાળ ઢોસા સાંજે ખાવા માટેનો હળવો નાસ્તો બની શકે છે.

દાળ સ્ટફ્ડ પૂરી

તમે બચેલી દાળ વડે પૂરી બનાવી શકો છો તેને ચા અથવા અથાણાં સાથે ખાઈ શકો છો.

ચોમાસા દરમિયાન ત્વચાની સંભાળ કરવામાં આ 5 સામાન્ય ભૂલો ન કરશો