બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ગર્ભવતી હોવાના સમાચાર છેલ્લા કેટલા સમયથી ચર્ચામાં હતા.
અભિનેત્રી તેના બેબી બમ્પ સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યા હતા.
અભિનેત્રીએ 29 ફેબ્રુઆરીએ પોતા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
દીપિકાએ ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બર 2024ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.
વર્ષ 2018માં દીપિકા અને રણવીરે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 6 વર્ષ બાદ આ કપલ માતા-પિતા બન્યા છે.
દીપિકાને શનિવારે સાંજે મુંબઈની HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ અભિનેત્રીએ આજે રવિવારે લિટલ એન્જલને જન્મ આપ્યો છે.
આ સમાચાર સાંભળીને અભિનેત્રીના ચાહકો ખૂબ જ ખુશ છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.