બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ગણપતિ બાપ્પાની ભક્તિમાં લીન થયું, જુઓ તસવીરો


By Bhavesh Chaudhary07, Sep 2024 05:25 PMgujaratijagran.com

ગણપતિ બાપ્પા

આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જેથી ટીવી અને ફિલ્મ સ્ટાર્સે પણ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે.

સારા અલી ખાન

બોલિવૂડની જાણીતી અભિનેત્રી સારા અલી ખાને પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. અભિનેત્રી દર વર્ષે ભગવાન ગણેશની પૂજા કરે છે અને ખૂબ જ ધામધૂમથી વિસર્જન પણ કરે છે.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રેએ ઘરમાં માટીથી બનેલા ગણપતિજીની સ્થાપના કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે.

અનન્યા પાંડે

આ યાદીમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ ગણપતિજી સાથે એક ફોટો શેર કર્યો છે. જેમાં ચંકી પાંડે પણ જોવા મળી રહ્યો છે.

મોનાલિસા

ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનાલિસાએ પોતાના ઘરમાં ગણપતિજીનું સ્વાગત કર્યું છે.

સોનલ ચૌહાણ

આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બાપ્પા સાથેના ફોટા શેર કર્યા છે.

રૂબિના દિલેક

ફેમસ ટીવી એક્ટ્રેસ રૂબીના દિલેકે પણ ઘરે બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પ્રાજક્તા કોળી

સોશિયલ મીડિયા સેન્સેશન અને અભિનેત્રી પ્રાજક્તા કોળીએ પણ ગણપતિજી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો. 

આ વિકમાં રિલીઝ થશે બોલિવુડની આ લોકપ્રિય બ્લોકબસ્ટર ફિલ્મો