Khajur Doodh Recipe: વિન્ટર સ્પેશિયલ ખજૂર વાળું દૂધ ઘરે બનાવો


By Vanraj Dabhi03, Jan 2025 11:18 AMgujaratijagran.com

ખજૂર વાળું દૂધ

શિયાળામાં ઠંડીથી બચવા અને શરીરને શિયાળામાં ગરમ રાખવા માટે તમે ખજૂર વાળું દૂધ પી શકો છો, આ શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે.

સામગ્રી

ખજૂર, દૂધ, બદામ, અખરોટ, કાજુ, એલચી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ખજૂરના ઠળિયા કાઢી એક બાઉલમાં નાખી તેને ગરમ પાણી વડે હળવા હાથે ધોઈ લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમા ખજૂર,બદામ, અખરોટ, કાજુ અને એક કપ દૂધ ઉમેરીને 15 મિનિટ પલાળી રાખો.

સ્ટેપ-3

હવે એક પેનમાં દૂધ ગરમ કરો તેમાં પલાળેલ ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી તેમાં એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ખજૂર વાળું દૂધ તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rasawala Khaman Recipe: જલારામના પ્રખ્યાત સુરતી રસાવાલા ખમણની રેસીપી