ખમણ તો દરેક લોકોએ ખાધા હશે, આજે અમે તમને સુરતી સ્પેશિયલ રસાવાળા ખમણની રેસીપી જણાવીશું.
ચણાની દાળ, તુવેર દાળ, તજ, લવિંગ, કાળા મરી, સૂકા લાલ મરચા, મીઠો લીમડો, કાકડી, ડુંગળી, ટમેટા, તેલ, રાઈ, જીરું, પાણી, તેલ, હળદર, હિંગ.
સૌ પ્રથમ એક પેનમાં ચણાની દાળ, તુવેર દાળ, તજ, લવિંગ, કાળા મરી, સૂકા લાલ મરચા, મીઠો લીમડો હળવા શેકી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.
હવે એક બાઉલમાં કાઢી તેમાં પાણી નાખીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકા મરચા, મીઠો લીમડો ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં હિંગ, પાણી અને દાળનું મિશ્રણ ઉમેરીને વઘાર કરી રસો તૈયાર કરો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી ખમણના ટુકડા ઉમેરીને સાંતળી લો.
તૈયાર છે જલારામના પ્રખ્યાત સુરતી સ્પેશિયલ રસાવાળા ખમણ, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.