ઘણીવાર મોડા સૂવા અને ટ્રેસ લેવાને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. જેને આપણે શ્યામ વર્તુળો પણ કહીએ છીએ. આ માટે તમે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરી શકો છો.
કાકડી, એલોવેરા જેલ.
એલોવેરા જેલમાં વિટામિન-એ,વિટામિન સી અને વિટામિન-બી હોય છે.જે ત્વચાને ભરપૂર માત્રામાં પોષણ આપે છે. તેમાં રહેલ એન્ટિઓક્સીડેન્ટ ગુણ ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. એલોવેરા જેલમાં રહેલ એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચાને તમામ પ્રકારના રોગથી બચાવવામાં મદદ કરે છે.
કાકડીમાં રહેલ એન્ટિઓક્સીડેન્ટ તત્વો ત્વચાને મોશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ તત્વો ત્વચાની કાળશ દૂર કરવામાં મદદ કરે છે. કાકડીમાં રહેલા મિનરલ્સ અને એન્ટિઓક્સીડેન્ટ તત્વો ત્વચા પર રહેલ રોમછિદ્રોના કદને વધતા અટકાવવામાં મદદ કરે છે.
શ્યામ વર્તુળોને ઘટાડવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં એલોવેરાના પાનમાંથી જેલ કાઢી લો. આ પછી 1 કાકડીને પીસીને આ બંનેને મિક્સ કરો. હવે બંને વસ્તુઓને મિક્ક કર્યા બાદ તેને આંખોની નીચે લગાવો.