વજન ઘટાડવા માટે ખાવ આ 8 ફળ


By Jivan Kapuriya20, Jul 2023 06:03 PMgujaratijagran.com

જાણો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું શરીર સૌથી વધુ ફિટ હોય . આના માટે છોકરીઓ કઈ બાકી રાખતી નથી. રોજિંદી કસરત અને વર્કઆઉટ સિવાય તમારે તમારા આહાર પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. આવી સ્થિતિમાં કેટલાક ફળોનું સેવન તમારા વજન ઘટાડવામાં મદદ કરશે. ચાલો જાણીએ.

લીંબુ

ખાટા ફળો પાચન કરવામાં મદદ કરે છે અને એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે પાચનક્રિયા જાળવી રાખે છે. આનું સેવન કરવાથી ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

સફરજન ખાવ

સફરજનમાં ફાઈબર વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે, તેનું સેવન કરવાથી તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો. ઘણા અભ્યાસો દર્શાવે છે કે તેનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.

નારંગી ખાવ

નારંગીએ એન્ટિઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે અને તે વિટામિન સીથી ભરપૂર હોય છે.આ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ટામેટા ખાવ

તેની અંદર ફાઈબર મળી આવે છે,જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર છે.તેમાં એમિનો એસિડ હોય છે જે ચરબી બર્ન કરે છે.

પાઈનેપલ

પાઈનેપલનું સેવન ચરબી બર્ન કરવમાં પણ મદદ કરે છે. તમે દરરોજ તમારા નાસ્તામાં આની 2 સ્લાઈસ સામેલ કરી શકો છો.

તરબૂચ ખાવ

વઘતા વજનને નિયંત્રિત કરવાની સાથે તે વધેલા બ્લડ પ્રેશર અને લિપિડને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં રહેલ એન્ટિઓક્સીડેન્ટ વજન ઘટાડવામાં મદદરૂપ છે.

સ્ટ્રોબેરી ખાવ

ખાટા ફળનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સ્થિતિમાં તમે સ્ટ્રોબેરીનું સેવન કરી શકો છો.

આ ફળો ખાવાથી તમે પણ તમારું વજન ઘટાડી શકો છો.

ડાયાબિટીસ કંટ્રોલ ટિપ્સઃ આ વસ્તુઓથી સુગર કંટ્રોલમાં રહે છે