ડાર્ક સર્કલને દૂર કરવા અજમાવો આ 5 ઘરેલું ઉપાય


By Smith Taral12, Apr 2024 01:19 PMgujaratijagran.com

આંખોની નીચે ડાર્ક સર્કલ તમારા દેખાવને ખરાબ કરી દે છે. માર્કેટમાં મળતી કેમિકલની પ્રોડક્ટ્સ જગ્યાએ તમે આ કુદરતી ઉપાયોથી ડાર્ક સર્કલથી છૂટકારો મેળવી શકો છો

લીંબૂ રસ

લીંબુમાં વિટામિન સી હોય છે. તેના રસને ડાર્ક સર્કલ પર લગાવો અને 15-20 મિનિટ પછી ધોઈ લો.

બટાકાનો રસ

બટાકામાં વિટામિન E રહેલું હોય છે, તેનો રસ કાઢી અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. આ રસને 15-20 મિનિટ સુધી રાખી ધોઈ લો.

મધ અને લીંબુ

મધ અને લીંબુને મિક્સ કરી તેને ડાર્ક સર્કલ પર લગાવો, આ કરવાથી તે ઓછા થશે

ચણાનો લોટ અને દહીં

ચણાના લોટમાં થોડો લીંબુનો રસ અને દહીં ઉમેરીને પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ મૂકી રાખો.

એલોવેરા જેલ

એલોવેરા જેલને ડાર્ક સર્કલ પર લગાવી તેને 15-20 મિનિટ સુધી રાખી તેને ધોઈ લો.

ઘરમાંથી મચ્છર, વંદો અને ગરોળી દૂર થશે, અપનાવો આ ઘરેલું ઉપાય