ઘણા લોકોને વધુ મીંઠુ ખાવાની આદત હોય છે. કેટલાક લોકો તો તૈયાર ખોરાક ઉપર પણ મીંઠુ નાખીને ખાય છે, જે સ્વાસ્થ્ય માટે વધુ ખતરનાક છે. ચાલો જાણીએ વધુ મીંઠુ ખાવાના ગેરફાયદા
વધુ પડતું મીંઠુ ખાવાથી શરીરમાં પાણીની જાળવણી થાય છે, જે સોજાની સમસ્યા વધારી શકે છે.
લાંબા સમય સુધી વધુ પડતું મીંઠુ ખાવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધી જાય છે, જેનાથી કિડનીની સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકો ભોજનમાં એટલું મીંઠુ લે છે કે તેઓ ભોજનની ઉપર મીંઠુ ખાવાનું પસંદ કરે છે. આમ કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને સ્ટ્રોકનો ખતરો રહે છે.
વધુ પડતું મીંઠુ ખાવાથી માથાનો દુખાવો થઈ શકે છે, જે ધીમે ધીમે માઈગ્રેનનું સ્વરૂપ લઈ લે છે. તેથી તમારી જાતને હાઇડ્રેટેડ રાખો.
ભોજનમાં વધુ મીંઠુ ખાવાથી શરીરના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા વધી શકે છે.
મીંઠામાં સોડિયમ હોય છે અને વધુ સોડિયમ લેવાથી વાળ ખરી શકે છે.
મીઠાના વધુ પડતા સેવનથી હૃદયરોગનું જોખમ પણ વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મીંઠુ ઓછું ખાવ અને દરરોજ થોડો સમય વર્કઆઉટ કરો.