ચોમાસામાં વરસાદને પગલે ડાંગની સુંદરતા અનેકગણી વધી જાય છે. આ સમયે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદને માણવા ડાંગ પહોંચી જાય છે.
ચારેબાજુ લીલીછમ વનરાજી અને ડુંગરાઓની વચ્ચે ડાંગમાં આવેલું સાપુતારા અહીંનું સૌથી જોવાલાયક સ્થળ છે.
સાપુતારામાં આવેલ ગીરા ધોધને જોવા માટે દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી પહોંચે છે અને ધોધનો અદભૂત નજારો જોઈને બધી ટેન્શન દૂર થઈ જાય છે.
ડાંગમાં થોડા દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે પર્વતોમાંથી નીકળતા અનેક ધોધ અને ઝરણા પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.
ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે અહીંની વનરાજી ખીલી ઊઠી છે. તે મન મોહી લે છે.
ડાંગમાં આવેલો શિવઘાટ ધોધ પણ સક્રિય થયો છે. આ ધોધ જોવા લોકો દૂર દૂરથી આવે છે. આ ધોધ રસ્તા પર જ હોવાથી લોકોની પહેલી પસંદ છે.