સ્વસ્થ અને ફિટ રહેવા માટે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનુ પણ ધ્યાન રાખવુ જરુરી બની જાય છે. ક્યારેક લોકો નાની વાતો વિશે જરુરત કરતા વધારે વિચારીને તણાવમા આવી જાય છે. એવામા તમે કેટલીક આદતો અપનાવીને તણાવમાથી છૂટકારો મેળવી શકો છો.
તણાવથી છૂટકારો મેળવવા માટે ઉંડા શ્વાસ લેવાનો વિકલ્પ સારો છે. રોજ થોડો સમય ઉંડા શ્વાસ લેવાથી પણ તણાવથી રાહત મળે છે.
તમારે સાતથી આઠ ક્લાકની ઊંઘ જરુરથી લેવી જોઈએ. પૂરતા પ્રમાણમા ઊંઘ ન લેવાથી કોર્ટીસોલનુ લેવલ વધે છે. જે તમારા સ્વભાવમા ચિડિયાપણુ લાવે છે, તેનાથી તણાવ વધે છે.
જ્યારે તમને તણાવ છે ત્યારે તમે બુક વાંચી શકો છો. રોજ બુક વાંચનથી તણાવમા ઘટાડો થાય છે.
ભોજનમા પોષણની ઉણપ સર્જાતા તમને સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. ડાયટમા લીલા શાકભાજી અને ખાટા ફળો સામેલ કરો. આ જરુરી વિટામિન્સ અને મિનરલ્સ ઉપરાંત ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે.
રોજ રાતે સૂતા પહેલા સંગીત સાંભળવાની આદત કેળવો. આ આદત ખુશીના હોર્મોન્સને વધારે છે અને તણાવને દૂર કરવામા મદદ કરે છે , અને મન પણ શાંત થાય છે.